‘KGF’ ફેમ સુપરસ્ટાર યશે 8 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં 34મો જન્મદિવસ મનાવ્યો. ફેન્સે 216 ફીટનું કટઆઉટ ઉપરાંત 5000 કિલોની કેક કટ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
‘KGF’ ફેમ સુપરસ્ટાર યશે 8 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં 34મો જન્મદિવસ મનાવ્યો. તેના ફેન્સે 216 ફીટનું કટઆઉટ લગાવ્યું હતું. ઉપરાંત 5000 કિલોની કેક કટ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને 20 લોકોએ 96 કલાકમાં બનાવી હતી.
વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પવન સોલંકીએ દુનિયાની સૌથી મોટી સેલિબ્રિટી કેકનું સર્ટિફિકેટ આપ્યું છે. યશે બે વર્ષ બાદ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે કારણકે એક ફેને તેના જન્મદિવસ પર આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ 2019માં તે KGFના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે પોતાનો જન્મદિવસ મનાવી શક્યો ન હતો. ‘KGF-1’ પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.
કેક 40 ફીટ લાંબી હતી
દેશભરમાંથી આવેલ યશના ફેન્સ રોકિંગ હબ્બા નામની ઇવેન્ટમાં ભેગા થયા હતા. 5000 કિલોની આ કેકને વેણુ ગોવડાએ બનાવડાવી હતી. 40 ફીટ લાંબી અને 70 ફીટ પહોળી આ કેક બનાવવામાં 50 કિલો સૂકો મેવો, 1800 કિલો લોટ, 1500 કિલો ખાંડ, 1750 કિલો બટર ક્રીમ, 50 કિલો ઘી સાથે 22,500 ઈંડાનો ઉપયોગ થયો હતો. કેકને યશના જન્મદિવસના એક દિવસ પહેલાં 7 જાન્યુઆરીએ તૈયાર કરવામાં આવી હતી.

Comments
Post a Comment