Skip to main content

Posts

Showing posts with the label Episode 1

કોકી પૂછેગા / કાર્તિક આર્યને ગુજરાતની પહેલી કોરોના સર્વાઈવર સુમિતિ સિંહ સાથે ખાસ વાતચીત કરી

મુંબઈ.  લૉકડાઉન દરમિયાન કાર્તિક આર્યને કોરનાવાઈરસને માત આપનાર તથા ડ્યૂટી કરનાર લોકોની હિંમત વધારવા માટે એક સીરિઝ શરૂ કરી છે. કાર્તિક આર્યને પોતાની સીરિઝનું નામ ‘કોકી પૂછેગા’ રાખ્યું છે. આ સીરિઝના પહેલાં એપિસોડમાં કાર્તિકે ગુજરાતની પહેલી કોરોના સર્વાઈવર સુમિતિ સિંહ સાથે વાત કરી હતી. કાર્તિક આર્યને સુમિતિ સાથે વાત કરી હતી અને કોરોનાને લઈ કેટલાંક સવાલો કર્યાં હતાં. કાર્તિક સાથેની વાતચીતમાં સુમિતિએ કહ્યું હતું કે તે ગયા મહિને ફિનલેન્ડથી પરત ફરી હતી. તે ઘરમાં આઈસોલેશનમાં જ રહેતી હતી. એક જ ઘરમાં હોવા છતાંય તે પેરેન્ટ્સ સાથે ફેસટાઈમ પર વાત કરતી હતી. તેણે ઘરના લોકોને ઈન્ફેક્શન ના લાગે તે વાતનું પૂરું ધ્યાન રાખ્યું હતું. તેના ઘરમાંથી અને આસપાસમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ નથી. કાર્તિક આર્યન ઈન્ટરવ્યૂ દરમિયાન સુમિતિ સિંહ સાથે ઘણી જ મસ્તી ધમાલ કરતો જોવા મળ્યો હતો. કાર્તિકે સુમિતિને સવાલ કર્યો હતો કે ‘મુન્નાભાઈ’માં એક સીન છે, જેમાં જીમ્મી શેરગીલને ખ્યાલ આવે છે કે તે ડ્રિંક પણ નથી કરતો, સ્મોક પણ નથી કરતો અને તેમ છતાંય તેને ગંભીર બીમારી થઈ છે. કાર્તિક આર્યન સુમિતિને સવાલ કરે છે, મે...