Skip to main content

Posts

Showing posts with the label દીપિકા ચિખલિયા

15 વર્ષની ઉંમરે રામાયણમાં 'સીતા' બની હતી દીપિકા ચિખલિયા

દીપિકાએ પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો  દૂરદર્શનનો સુવર્ણકાળ હાલ ચાલી રહ્યો છે. દૂરદર્શન દ્વારા તેના જૂના મોસ્ટ પોપ્યુલર શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યા છે. અને આ શોના કારણે તેની ટીઆરપીમાં મોટો ફરક જોવા મળ્યો છે. તે આ કારણે દેશની નંબર 1 ચેનલ પણ બની ગઇ છે. ત્યારે શું તમને ખબર છે કે રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા (Deepika Chikhallia) ખાલી 15 વર્ષની નાની ઉંમરે સીતાનું પાત્ર ભજવ્યું હતું. દીપિકા ચિખલિયા પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. દીપિકાએ જણાવ્યું કે આ સીરિયલ માટે મેં જ્યારે કામ કરવાનું શરૂ કર્યું તો મારી ઉંમર ખાલી સડા 15 વર્ષની હતી. અને તે સમયે અમારામાંથી કોઇને પણ તે વાતનો બિલકુલ પણ ખ્યાલ નહતો કે અમે નવો ઇતિહાસ બનાવવા જઇ રહ્યા છે. દીપિકાએ જણાવ્યું કે અમને બિલકુલ તે રીતે જ તૈયાર કરવામાં આવતા હતા જે મુજબ તુલસીદાસના રામચરિત માનસમાં રામ અને સીતાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવું પહેલીવાર બન્યું હતું કે એક ટીવી સીરીયલે આટલી બધી પોપ્યુલારિટી મેળવી હોય. ...